Sha256: dd5298616d6498ac93129f6b3f4800daf5b71e4dd4c93c68baf0ed363bcb2480
Contents?: true
Size: 1.16 KB
Versions: 7
Compression:
Stored size: 1.16 KB
Contents
ગાંધીજીની ઝૂંપડી-કરાડી જગ પ્રસિદ્ધ દાંડી કૂચ પછી ગાંધીજીએ અહીં આંબાના વૃક્ષ નીચે ખજૂરીનાં છટિયાંની એક ઝૂંપડીમાં તા.૧૪-૪-૧૯૩૦થી તા.૪-૫-૧૯૩૦ સુધી નિવાસ કર્યો હતો. દાંડીમાં છઠ્ઠી એપ્રિલે શરૂ કરેલી નિમક કાનૂન ભંગની લડતને તેમણે અહીંથી વેગ આપી દેશ વ્યાપી બનાવી હતી. અહીંથીજ તેમણે ધરાસણાના મીઠાના અગરો તરફ કૂચ કરવાનો પોતાનો સંકલ્પ બ્રિટિશ વાઈસરૉયને પત્ર લખીને જણાવ્યો હતો. તા.૪થી મે ૧૯૩૦ની રાતના બાર વાગ્યા પછી આ સ્થળેથી બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરી હતી.
Version data entries
7 entries across 7 versions & 1 rubygems